ઉપવાસી છાવણી ની મુલાકાત લેતા સિહોર શહેર કોંગ્રેસ ના આગેવાનો

1884

સમગ્ર ગુજરાત મા પાટીદાર અનામત આંદોલન ફરી વાર મેદાન મા આવ્યુ છે. જેને દબાવવા સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહયા છે. લોકશાહી ના ગળે ટૂંપો દઇ આંદોલન કચડવા ના સરકાર ના કરતુત ને કારણે આ આંદોલન ફકત પાટીદાર માટે સિમિત ના રહેતા સમાજ ના દરેક વગઁ જે બંધારણ મા આસ્થા ધરાવતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કરે છે. જેમા સિહોર ના મોટા સુરકા ગામે કેશુભાઈ ભગત ની આગેવાની હેઠળ અંદાજીત પચાસ લોકો ઉપવાસ મા બેસી ગયા છે. અને દરેક સમાજ ના આગેવાનો પણ તેમને સહકાર આપવા ઉપવાસી છાવણી ની મુલાકાત કરે છે જેમા આજ રોજ સવારે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ સાથે શહેર કોંગ્રેસની ટીમે ઉપવાસી છાવણી ની મુલાકાત લીધી અને જરૂરી સહકાર અને સહયોગ ની ખાત્રી આપી તેમજ સરકાર ના હિટલર શાહી વલણ ને વખોડી કાઢી હતી.

Previous articleજન્મદિન નિમિત્તે રકતદાન કેમ્પ
Next articleકન્યા વીદ્યાલય વળાવડનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો