ઝાલાવાડી રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગર, કેળવણી મંડળ તથા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો ર૮મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના આગેવાનોના હસ્તે ધો.૧ થી કોલેજ તથા ડિગ્રી ધારક તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જ્ઞાતિના ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
















