જાપાન ઉપર શક્તિશાળી ‘જેબી’ વાવાઝોડું ત્રાટક્યું

681

જાપાન પોતાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભૂંકપ અને સાઇક્લોન જેવી મુસીબતોનો સામનો કરતું આવ્યું છે. આવી જ એક કુદરતી આફત જાપાનના પશ્ચિમિ ભાગ પર ત્રાટકી છે. સમુદ્રમાં આવેલા “જેબી” નામના આ ચક્રવાતી તોફાને જાપાનને ફરી એકવાર મુસીબતમાં મૂક્યુ છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચક્રવાતી તોફાન જાપાની ઇતિહાસના ૨૫ વર્ષમાં સૌથી શક્તિશાળી છે. આ તોફાનમાં હવાની ઝડપ લગભગ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ છે, જેના લીધે દરિયામાં મોટી લહેરો ઉઠી હતી. અનુમાન છે કે હવાની ઝડપમાં હજુ વધારો થશે.

આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખનની ચેતાવણી અપાઇ છે તેમજ ૩ લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ જાપાનના કન્સાઇ એરપોર્ટમાં પાણી ભરાઇ જતા હવાઇસેવાઓ રદ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લગભગ ૬૦૦થી વધારે ફ્લાઇટ્‌સને રદ કરવામાં આવી હતી.

ઓસાકા અને હિરોશિમા વચ્ચેની લોકલ હાઇ સ્પીડ ટ્રેન સેવાઓને હાલમાં બંધ કરી દેવાઇ હતી. ઓસાકાના પ્રવાસી સ્થળ યુનિવર્સલ સ્ટુડિયોના થીમ પાર્કને પણ બંધ રાખવામાં આવ્યો હતો.  જાપાનની રાજધાની ટોક્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. “જેબી” નામનું આ ચક્રવાત આ સિઝનનું ૨૧મું તોફાન છે, જે જાપાન સાથે ટકરાઇ રહ્યું છે. કોરિયાઇ ભાષામાં જેબી ચક્રવાતનો મતલબ “ગળી જવું” એવો થાય છે.

આશંકા છે કે પશ્ચિમી જાપાન સાથે ટકરાયા પછી આ તોફાન વધારે ભયાનક સ્વરૂપ લેશે. હાલમાં આ તોફાન હોનશૂ આઇલેન્ડ તરફ વધી રહ્યું છે. જે પછી તેને નબળું પડવાની સંભાવનાઓ છે. જાપાન સરકારે રાજધાની ટોક્યોમાં જેબી તેની સૌથી મજબૂત સ્થિતિમાં ટકરાવાની ચેતવણી આપી હતી, ટોક્યોમાં હાલ ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના અહેવાલ મળ્યા છે.

જાપાનમાં દર વર્ષે ઘણા તોફાનો આવે છે. વિતેલા મહિનાઓમાં જાપાનમાં આવેલા પૂરમાં ૨૦૦થી વધારે લોકોની મોત થઇ હતી. હાલમાં સરકારે ૧૫૦૦ શિબિરો લગાવી છે. સુરક્ષા કારણોથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ નગોયા અને ઓસાકામાં ઉતરનારી ૬૦૦ ફ્લાઇટ્‌સને રદ કરવામાં આવી છે.

Previous articleકેરળ પુર બાદ લેપ્ટોનો આંતક જારી : ૧૨ લોકોના મોત થયા
Next articleકોલકાત્તામાં ફ્લાઈઓવરનો ભાગ ધરાશાયી : એકનું મોત, ૧૯ લોકો ઘાયલ