મહુવાની બેલુર વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી

1085

ભારતના આજીવન શિક્ષક એવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની જન્મજયંતિની ઉજવણી મહુવાની શાળામાં કરવામાં આવી હતી.

ભારતનો દરેક નાગરિક જેમના પર ગૌરવ લઈ શકે અને પોતાને આજીવન શિક્ષક તરિકે ઓળખ આપતા ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એટલે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નન આવા રાષ્ટ્રપતિની જન્મ જયંતિ સમગ્ર ભારતદેશ શિક્ષક દિન તરીકે ઉજવે છે.

આ તકે મહુવાની ખ્યાતનામ શાળા બેલુર વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમા ધો. ૧ થી ૯ના અંદાજીત ૩૦૦થી વધારે વીદ્યાર્થીઓએ શિક્ષક બની ઉજવણી કરવામાં આવી આ દિને વિદ્યાર્થીઓ એક દિવસની શિક્ષક બન્યા તેમજ શિક્ષકની વિદ્યાર્થીના જીવનમાં શું ભુમિકા હોય એ વાત આત્મસાત કહી આ સાથે સંસ્થા દ્વારા બેસ્ટ ટીંચરનો એવોર્ડ પણ આપવામાં આવેલ. જેમાં બેસ્ટ ટીચર પ્રથમ, દ્વિતીય અને તૃત્ય સ્થાન પ્રાપ્ત કરતાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ. તથા દિનના અંતે શિક્ષક બનતા વિદ્યાર્થીઓના પ્રતિભાવ લેવામાં આવેલ તથા ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનને યાદ કરીત થા ડો. સર્વપલ્લીની વાતો વાગોળી આનંદમય દિન પસાર કરેલ.

શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવા બદલ તથા ઉજવણીને સફળ બનાવવા બદલ અને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણને સંસ્થાના એમ.ડી. બી.સી. લાડૂમોર તથા સેક્રેટરી પી.એમ. નકુમને શુભેચ્છા પાઠવી હતી.