ફુલવાડી ચોક પાસેના ઉંડા કુવામાં ગાય ખાબકી

1016

ફુલવાડી ચોક હીલડ્રાઈવ વિસ્તારમાં આવેલ ઉંડા કુવામાં બપોરના સમયે ગાય ખાબકતા ફાયર સ્ટાફ દોડી જઈ ગાયને મહામહેનતે જીવીત બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ફુલવાડી ચોક પાસેના હિલડ્રાઈવ વિસ્તારમાં આવેલ ૧૬૦ ફુટ ઉંડા કુવો જેમાં પ૦ ફુટ પાણી ભરેલું છે. તેમાં બપોરના સમયે ગાય પડી જતા સ્થાનિક કુલદિપભાઈ જાની નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને જાણ કરાતા તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ દોરડા અને ક્રેઈનની મદદથી ગાયને જીવીત બહાર કાઢી હતી.