હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે ભદ્રાવડી ગામે શિવયજ્ઞ કરાયો

939

હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ અનામત મળે તેવી માગ સાથે છેલા ૧૪ દિવસ થી ઉપવાસ  શરુ કર્યા છે .ત્યારે ૧૪ દિવસ થી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલ ની તબિયત દિવસે ને દિવસે લથડી રહી છે .ત્યારે આજે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય નીરોગી રહી અને તદુરસ્ત રહે  તેમજ સરકાર સામે લડી શકે અને સરકાર ને સદ બુદ્ધિ મળે તેને લઈ બોટાદ ના  ભદ્રાવડી ગામે આજે ગામના અલગ અલગ સમાજના લોકો દ્વાર શિવ મદિરે શિવ યજ્ઞ નું આયોજન કરાયું હતું .જેમાં ગામના અલગ અલગ સમાજના લોકો યજ્ઞ માં જોડાયા હતા અને જય સરદાર જય પાટીદાર ના નારા લગાવામાં આવ્યા હતા. શિવ યજ્ઞમાં મહિલાઓ સહિત ગામ લોકો મોટી સખ્યામાં જોડાયા હતા. હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માગ સાથે જયારે ૧૪ દિવસથી ઉપવાસ પર  બેસેલ છે .ત્યારે આજે ભદ્રાવડી ગામે ખેડૂતો દ્વારા સરકાર જાગે અને ખેડૂતો સામે જોવે તેવા હેતુ સાથે અકે અનોખું આયોજન કરાયું હતું .જેમાં ગામના ૧૫૦ જેટલા ખેડૂતો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢવામાં આવ્યું હતું અને તે લોહી ગુજરાતના મુખ્ય મત્રી ને મોકલવામાં આવશે.

Previous articleવલ્લભીપુર ખાતે ABVP દ્વારા વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ યોજાયો
Next articleઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર જાફરાબાદનો શખ્સ ઝડપાયો