ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર જાફરાબાદનો શખ્સ ઝડપાયો

668

જાફરાબાદ પોલીસ મથકમાં નોંધાયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરાર શખ્સને પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી. ચનુરાએ પો. કર્મચારીઓને દેશી તથા વિદેશી દારૂની બદી અટકાવવા જરૂરી પેટ્રોલીંગ કરવાની સુચના આપતા તા.ર૭-૮ના રોજ જાફરાબાદ મોચીવાડા વિસ્તાર પાસેથી વિદેશી દારૂ ભરેલ કોથળી નંગ-૧ર કિ.રૂા.૪૮૦૦ તથા મોબાઈલ નંગ-ર કિ.રૂા.૮૦૦ તથા મો.સા. રજી. નં.જીજે ૧૧ એફએફ ૪૩૬૭ કિ.રૂા.ર૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.રપ,૬૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડી પુછપરછ કરતા વિદેશી દારૂ યાકુબભાઈ બશીરભાઈ કુરેશી રે.ઉનાવાળા પાસેથી લઈ જાફરાબાદ મુકામે રહેતા ગોવિંદભાઈ હાજાભાઈ બારૈયાને આપવા આવેલ હોવાનું જણાવતા આરોપીઓ વિરૂધ્ધ જાફરાબાદ પો.સ્ટે. પ્રોહી. કલમ ૬પ એ.ઈ. ૯૮ (ર), ૮૧ મુજબનો ગુન્હો રજી. કરી અને ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ગોવિંદભાઈ હાજાભાઈ બારૈયા રે.જાફરાબાદવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

આ કામગીરીમાં જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી. ચનુરા તથા અના. હેડ કોન્સ. પી.ડી. કલસરીયા, વી.વી. ડાભી, ભુપતભાઈ પો. કોન્સ. અજયભાઈ તથા પ્રવિણભાઈ જોડાયેલ હતા.