શહેર જિલ્લામાં શરદ પુનમની ઉત્સાહભેર ઉજવણી

1091

પ્રતિવર્ષની પરંપરા અનુસાર આસો સુદ પુનમ શરદ પુનમની લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સદીઓથી દર વર્ષ શરદ ઋતુના પ્રારંભે આવતી પુનમ તિથિને શરદ પુર્ણિમાં તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનો ખાસ કરીને  અનેક પ્રકારની લીલોતરી, મરી મસલાના મિશ્રણ થકી તૈયાર થતી રસદાર વાનગી એટલે ઉધીયું ગુજરાતી લોકોને ઉંધીયુ ખુબ જ પસંદ હોય છે. પાક શાસ્ત્ર અને ધર્મને એક સુત્રે જોડતુ આ મહાપર્વ ઉજવણીની લોકો આુતરતા પુર્વક રાહ જોતા હોય છે ત્યારે આજરોજ ભાવનગર શહેર જીલ્લામાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ફરસાણના વિક્રતાઓને ત્યાં ઉંધીયુ દહિવડા સહિતના ફરસાણ ખરીદવા માટે લાંબી કતારો જોવા મળી હતી સ્વાદ પ્રિય ભાવેણા વાસીઓએ સવારથી મોડી રાત સુધી ઉંધીયુ સહિતની વાનગીઓ મનભરીને ઝાપટી હતી તો કેટલાક પરિવારોએ ઉંધીયુ પુરી, દહિંવડા જેવી રસોઈ સાથે માળનાથના ડુંગર ગાળામાં કુડા, હાથબ તથા ઘોઘાના સમુદ્ર તટ પર પહોંચી પુનમના ચંન્દ્રની શિતળતા સાથે પ્રકૃતિના પરમ સાનિધ્યમાં  શરદ પુનમની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ચરક સંહિતામાં જણાવેલ નિર્દેશ અનુસાર આયુર્વેદના હિમાયતીઓએ બાર માસની તંદુરસ્તી બરકરાર રાખવા માટીના પાત્રમાં દુધ, પૈવા, સાકર સાથેનું મિશ્રણ શિતળ ચાંદનીમાં રાખી મોડીરાત્રે આરોગ્યું હતું. તદ્દ ઉપરાંત શહેરના અનેક વીસ્તારોમાં રાસ-ગરબા વીથ ઉંધીયુ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સંગીતના તાલે પ્રથમ રાસ ગરબા ત્યાર બાદ ઉંધીયુ પુરી, દહિવડા સહિતની વાનગીઓનો રસથાળ પિરસવામાં આવ્યો હતો.  તો બીજી તરફ ગોપાલાલજીની હવેલી, હરેક્રિષ્ણ ઈસ્કોન ધામ તથા સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદ વિતરણ રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મંદિની બુમરાણ વચ્ચે ભાવેણાવાસીઓ લાખ્ખો રૂપિયાનું ઉંધીયુ ઝાપટી ગયા હતાં.

રેડીમેઈડ ઉંધીયાની ખરીદી વધી

એક સમય હતો કે જયારે શરદ પુનમના અવસરે લોકો પોતાના ઘરે ઉંધીયુ દહિવ્ડા સહિતના વ્યંજનો બનાવી આરોગતા હતાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી દરેક વસ્તુઓમાં થઈ રહેલ અસહ્ય ભાવ વધારો થવાના કારણે લોકો તૈયાર ઉંધીયુ ખરીદી શરદ પુનમની ઉજવણી કરતા થયા છે. બીજી તરફ લોકો ગુણવત્તા પોષ્ટીકતાની મહત્વની બાબતો કોરણે મુકી સ્વાદને પ્રધાન્યતા આપી રહ્યા છે. ટેસ્ટફુલ અને ગરમા ગરમ ઉંધીયુ લોકોને ખુબ આકર્ષીત કરે છે. જે બાબત ફરસાણના વિક્રતાઓ સારી રીતે જાણી ચુકયા છે. આજે રૂા. ૧૦૦થી લઈને ૩ર૦ રૂપિયે કિલોના ભાવે ઉંધીયાનું વેચાણ થયું હતું જેની લોકોએ ખરીદી કરી હતી.

Previous articleશિક્ષણમાં રાજકારણની જરૂર છે કે રાજકારણમાં શિક્ષણની ?
Next articleમંદિરોમાં હોમ હવન કરાયા