સિહોર ખાતે ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહના હસ્તે જિમ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સિહોરમાં એક જાણીતું વ્યાયામ સેન્ટર હતું જે કોઈ કારણોસર બંધ થયા બાદ વ્યાયામ માટે યુવાનોને સેન્ટરની જરૂર હોય અદ્યતન સાધનો સાથેના જિમ સેન્ટરનો પ્રારંભ થતા યુવાનોને ફીટનેસ માટે મદદરૂપ થશે. આ પ્રસંગે યુવરાજે સિહોરના યુવાનોને ટીપ્સ પણ આપી હતી.















