નેપાળ નજીક ૭ લોકો સાથેનું હેલિકોપ્ટર ક્રેશ થયું, ૬નાં મોત

835

નેપાળના પર્વતીય વિસ્તારમાં સાત લોકો સાથેનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ હેલિકોપ્ટરમાં છ મુસાફરો અને એક પાઈલટ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થતા છ લોકોનાં મોત થયા છે જેમાં એક જાપાનના નાગરિકનો સમાવેશ થાય છે. જ્યારે એક મહિલાને સુરક્ષિત બચાવી લેવામાં આવી હોવાનું નુવાકોટ જિલ્લાના એસડીઓ ઉદ્દબ બહાદુર થાપાએ જણાવ્યું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા જણાવાયા મુજબ શનિવારે આ ઘટના બની હતી અને બચાવ હેલિકોપ્ટર્સ એરિયલ સર્વેથી ક્રેશ હેલિકોપ્ટરની શોધખોળ કરી રહ્યા છે જ્યારે સૈનિકો તેમજ પોલીસે પગપાળા પર્વતીય વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું છે.

જે સ્થળે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે નેપાળના પાટનગર કાઠમંડુથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલું છે. નેપાળ અલ્ટિટ્યુડ એરના એરબસ દ્વારા નિર્મિત એક્વેર્યુઇલ હેલિકોપ્ટરને શોધખોળ માટે મદદમાં લેવાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ હેલિકોપ્ટર ધાડિંગ અને નુવાકોટ જિલ્લાની બોર્ડર વચ્ચે ગાઢ જંગલમાં તૂટી પડ્યું હતું. હેલિકોપ્ટરને તૂટતાં કેટલાક સ્થાનિકોએ જોયું હોવાનો દાવો કર્યો હતો. આ હેલિકોપ્ટરના પાઇટલ સીનિયર કેપ્ટન નિશ્ચલ કે સી હતા. કાઠમંડુથી એક દર્દીને એરલિફ્ટ કરીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં કેટલાક અન્ય મુસાફરો હતા. આ હેલસિકોપ્ટરનો સવારે ૮.૧૦ કલાકે ૨૦ માઈલની ઉડાન બાદ કાઠમંડુ ટાવરનો રેડિયો સંપર્ક છોડી દીધો હોવાનું ત્રિભુવન આંતરાષ્ટ્રીય એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

૫,૫૦૦ ફૂટની ઊંચાઈએ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાથી ત્યાં પહોંચવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે અંતિમ માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર સાત પૈકી છ લોકોનાં મોત થઈ ગયા છે.

Previous articleલખનૌના બદલે બેંગલોરમાં એરો ઈન્ડિયા શોનું આયોજન
Next articleપોલીસની પિકેટ પર હુમલા બાદ જવાબી કાર્યવાહી : ત્રાસવાદી ઠાર