પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ભારત બંધનું એલાન

1359

પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. આજે રવિવારે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમત ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલની કિંમત 80.47 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. જ્યારે મુંબઇમાં રવિવારે પેટ્રોલ 87.89 રૂપિયા પ્રતિ લીટર છે જે શનિવારે 87.86 રૂપિયા હતાં.

વિશેષજ્ઞોનું માનવું છે કે કિંમતો હાલ ઘટવાની આશા નથી કારણ કે રૂપિયો નબળો છે અને આંતરરાષ્ટ્રીય સ્તપ પર કાચાં તેલની કિંમતો સતત વધતી જઇ રહી છે. આવામાં વિદેશોમાં કાચું તેલ ખરીદવું મોંધુ થઇ ગયું છે. જેના કારણે કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ટેક્સ ઘટાડીને કિંમતો ઓછી કરી શકે છે.