NPA માટે યુપીએ સરકાર જવાબદાર : રાજન

800

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)ને લઈને સંસદની એક સમિતિને આપેલ જવાબમાં UPA સરકારને ઘેરાવ કર્યો હતો. સૂત્રોની અનુસાર રાજને જવાબમાં કહ્યું કે કૌંભાડ અને તપાસના કારણે સરકારના નિર્ણય લેવાની ગતિ ધીમી હોવાના કારણે NPA વધતા ગયા.

વરિષ્ઠ BJP સાંસદ મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં સંસદની અંદાજ સમિતિમાં રાજને પત્ર લખીને સમિતિ સામે હાજર રહીને NPAના મુદ્દા પર જાણકારી આપી હતી. પોતાના જવાબમાં રાજને કહ્યુ કે બેન્કો દ્રારા મોટા દેવાં પર વ્યાજબી કાર્યવાહી કરવામાં આવી નથી. ૨૦૦૬ની બાદ વિકાસની ગતિ ધીમી થવાની કારણે બેન્કોની વૃધ્ધીનો જે અંદાજ હતો તે અવાસ્તવિક થઈ ગયો.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે દ્ગઁછના સંકટને જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટે સમિતિ સામે રાજનની પ્રસશા કરી હતી. સુબ્રમણ્યમે સમિતિને જણાવ્યું હતું કે NPAની સમસ્યાની સાચી રીતે જાણવાનો ક્રેડિટ પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જાય છે.

Previous articleગુજરાતમાં બંધને ફિફ્‌ટી-ફિફ્‌ટી પ્રતિસાદ
Next article‘ભારતબંધ’ને મિશ્ર પ્રતિસાદ