હૈદરાબાદમાં ૨૦૦૭માં થયેલા બેવડા બોમ્બ વિસ્ફોટ મુદ્દે કોર્ટે દોષીતોને ફાંસીની સજા ફટકારી હતી. એક અન્ય દોષીતને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. એનઆઇએની વિશેષ કોર્ટે અનીક સૈયદ અને ઇસ્માઇલ ચૌધરીને ફાંસીની સજાની જાહેરાત કરી છે.સોમવારે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતા બે આરોપીઓને દોષ મુક્ત કરી દેવામાં આવ્યા. બીજી તરફ ફાંસીની સજા થઇ છે તે અનીક સૈયદના વકીલે એનઆઇએ કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જવાની વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં ૨૫ ઓગષ્ટ, ૨૦૦૭ના રોજ થયેલા વિસ્ફોટમાં ૪૪ લોકોનાં મોત નિપજ્યા હતા. ૬૮ લોકો ઘાયલ થયા હતા.
આ બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાંથી એક ભોજનાલયની બહાર અને બીજાનો વિસ્ફોટ હૈદરાબાદ ઓપન એર થિયેટરમાં કરાયો હતો. ઓપનએર થિયેટરમાં ૧૨ લોકોનાં મોત થયા હતા. જ્યારે ભોજનાલયમાં ૩૨ લોકોનાં મોત નિપજ્યા હતા.



















