રંજન ગોગોઇ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ

854

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંજન ગોગોઇ ભારતનાં આગામી મુખ્ય ન્યાયાધિશ (સીજેઆઇ) હશે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના નવા સીજેઆઇ માટે તેમની નિયુક્તિ કરી છે. તેઓ ત્રણ ઓક્ટોબરે નવા મુખ્ય ન્યાયાધીશ પદની શપથ ગ્રહણ કરસે. સીજેઆઇ દીપક મિશ્રા બે ઓક્ટોબરે રિટાયર થઇ રહ્યા છે અને વરિષ્ઠતાક્રમમાં તેમની પછી રંજન ગોગોઇ જ આવે છે. મીડિયામાં સીજેઆઇ માટે ગોગોઇનાં નામની ચર્ચા ગત્ત ઘણા દિવસોથી ચાલી રહી હતી. રાષ્ટ્રપતિની મંજુરી બાદ આ ચર્ચાઓ પર હવે વિરામ લાગી ગયો છે. વરિષ્ઠ અધિવક્તા ઇંદિરા જયસિંહે પણ ગત્ત મહીને ગોગોઇના સીજેઆઇ બનવાની વાત કરી હતી. ઇંદિરા જયસિંહે પોતાનાં એક ટ્‌વીટ સંદેશમાં દાવો કર્યો હતો કે બિન અધિકારીક રીતે માહિતી છે કે આગામી સીજેઆઇ માટેની ભલામણ કેન્દ્ર સરકારને બે સપ્ટેમ્બરે મોકલવામાં આવશે અને રંજન ગોગોઇ આગામી સીજેઆઇ હશે. રંજન ગોગોઇ ૧૭ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ રિટાયર થશે.