બાલ ઠાકરેની બાયોપિકમાં અમૃતા મહત્વના રોલમાં

1391

અમૃતા રાવ છેલ્લે અનિલ શર્માની એક્શન ડ્રામા ‘સિંઘ સાબ ધ ગ્રેટ’ અને પ્રકાશ ઝાની પોલિટિકલ ડ્રામા ‘સત્યાગ્રહ’માં જોવા મળી હતી. આ એક્ટ્રેસે ૨૦૧૬માં આરજે અનમોલ સાથે મેરેજ કર્યા હતા. હવે તે ‘ઠાકરે’ બાયોપિકની સાથે સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે..

અમૃતા બાલ ઠાકરેનાં પત્ની મીનાતાઈના રોલમાં જોવા મળશે જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરે તરીકે જોવા મળશે. એક્ટ્રેસની પસંદગી વિશે પ્રોડ્યૂસર સંજય રાઉત કહે છે કે, ‘મીનાતાઈ ક્યારેય રાજકારણમાં નહોતા, પરંતુ તેમણે સમગ્ર ઠાકરે પરિવારને એકજૂથ રાખ્યો હતો. જ્યારે તમે અમૃતાને ઓનસ્ક્રીન જોશો તો ખ્યાલ આવશે કે તે આ રોલ માટે બિલકુલ યોગ્ય છે.’ આ ફિલ્મ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે.