દરેડ ગામે જાહેરમાં તનીપત્તી ટીચતા છ ગેમ્બલરો ઝડપાયા

1124

વલભીપુર દરેડ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા ૬ ગેમ્બલરોને વલભીપુર પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતાં.

પોલીસ અધિક્ષક પી.એસ. માલ તથા ના.પો.અધિ. પાલિતાણાનાં આર. ડી. જાડેજાએ  પ્રોહી – જુગાર ની બદી દૂર કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે એ.એસ.આઇ એ.ડી. પંડયા હેડ કોન્સ. હરદેવસિંહ  પો.કોન્સ.,  અમિતભાઇ , ભગવાનભાઇ વિ. એ દરેડ ગામે ભરવાડ શેરી પાસે  રેઇડ કરતા જાહેર માં જુગાર રમતા  જગદીશભાઇ કરમશીભાઇ વણોદીયા, જયેશભાઇ બાબુભાઇ સોલંકી, વેલજીભાઇ તળશીભાઇ બાવળીયા, હિમતભાઇ કાનજીભાઇ વણોદીયા, ભરતભાઇ જાદવભાઇ પરમાર , જીતેશભાઇ લધુભાઇ અદાણીયા રહે તમામ દરેડ તા. વલ્લભીપુર વાળા  ને   રોકડા રૂા. ૧૩,૭૮૦/- તથા ગંજી પત્તાના પાના ઓ સાથે મળી આવતા  જુગાર ધારા કલમ ૧૨ મુજબ તમામની ધોરણસર અટક કરેલ છે તપાસ હેડ કોન્સ. પુથુભા રાયજાદા ચલાવી રહયા છે.