સિહોર પો.સ્ટે.માં ડીટેઈન કરાયેલા વાહનોની હરરાજી

947

૫૦ ઉપરાંત બાઈક, ફોરવ્હીલ તેમજ મેજીક સહિતનાં વાહનો લાખો રૂપીયામાં અલગ-અલગ લોટમાં વેચાયા
સિહોર પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઈન કરાયેલા અને લાંબા સમયથી કોઈએ છોડાવ્યા ન હોય તેવા વાહનોની આજે પૂર્વ મંજુરી લઈને જાહેર હરરાજી કરવામાં આવી હતી.
સિહોર પો.સ્ટે.ખાતેથી ડીટેઈન કરાયેલા વાહનોની હરરાજીમાં ૫૦ ઉપરાંત બાઈક, ૪ જેટલી મોટરકાર, ૧ મેજીક સહિતનાં વાહનો લાખો રૂપીયામાં અલગ-અલગ લોટ બનાવીને વેચવામાં આવ્યા હતા. હરરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો. ઈન્ચાર્જ મામલતદાર બી.એસ.બરંડા, સિહોર પીઆઈ ગોહિલ, સોનગઢ પીએસઆઈ વાઘેલાની ઉપસ્થિતીમાં કરાયેલ વાહનોની હરરાજીમાં સિહોર પો.સ્ટે.નો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.