ભાવનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા સિહોર ખાતે મોંઘવારીના પૂતળાનું દહન કરાયું

739

હાલમાં કેન્દ્રમાં તથા રાજ્યમાં ભાજપ સરકારની અણઆવડતના લીધે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે.
પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ,CNG ગેસ,ખાદ્યતેલ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો દિન પ્રતિદિન ભાવવધારાને લીધે આમ જનતા હાડમારી વેઠી રહી છે ત્યારે આજરોજ સિહોર ખાતે દશેરાના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીયશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર ભાવનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા સિહોરના વડલાચોક ખાતે ભવ્ય રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે રસ્તારોકો આંદોલન કરીને મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળા દહન કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ અમિતભાઇ લવતુકા,જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલ,પાલીતાણા શહેર પ્રમુખ કરણસંગ મોરી,પાલીતાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ,જીલ્લા પંચાયતના સદસ્ય પથુભાઈ ચૌહાણ,બળદેવ સોલંકી,વલ્લભીપુર તાલુકા પંચાયતના વિપક્ષ નેતા પ્રભાતસિંહ વેગડ,સિહોર નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કેતનભાઈ જાની,સુભાષ રાઠોડ,કરિમભાઈ સરવૈયા, ઇકબાલ સૈયદ, તાલુકા પંચાયતના સદસ્ય કરણસિંહ મોરી, સુખાભાઈ કાલોતરા, જાહિદખાન બ્લોચ તથા કોંગ્રેસના નૌશાદ કુરેશી,યુવરાજ રાવ, અનિલ બારોટ, જયરાજસિંહ મોરી,ચેતન ત્રિવેદી, દિલીપસિંહ પરમાર, રાજેશ બુદ્ધભટ્ટી, પી.ટી.સોલંકી, જેસંગ રાઠોડ, ડી.પી.રાઠોડ, ઈશ્વર નમસા, રફીક મમાની, પરેશ શુક્લ, ધવલ પલાણીયા,રાજુ ગોહિલ,કિરીટ મોરી તથા તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વિવિધ સેલના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.