નોરા ફતેહીએ ધમાકેદાર બેલી ડાન્સ કર્યો

202

મુંબઈ, તા.૧૬
અભિનેત્રી નોરા ફતેહીની દરેક અદા પર, તેના ચાહકો જાન ન્યોછાવર કરી દે છે. તે તેના જબરદસ્ત ફેશન સેન્સ, ડાન્સ અને સુંદરતાને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.
નોરા પણ તેના ચાહકોને નિરાશ કરતી નથી અને ઘણીવાર તેના એકથી વધુ ફોટા અને વીડિયો શેર કરે છે. હવે તેનો એક ડાન્સ વીડિયો હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઇલના લોકો દિવાના થઇ રહ્યા છે. વીડિયોમાં નોરા બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણીએ ક્રોપ ટોપ પહેર્યું છે અને તેના સિઝલિંગ સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સ લોકોના દિલ જીતી રહ્યા છે. અભિનેત્રીનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. લગભગ ૫ કલાક પહેલા શેર કરેલા આ વીડિયો પર ૪૦૦ જેટલા વ્યૂઝ આવ્યા છે. નોરાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો હતો, પરંતુ તેણે તેને અપલોડ કર્યાના થોડા સમય બાદ ડિલીટ કરી દીધો હતો. ફેન પેજ વિડીયોના કેપ્શનમાં આ માહિતી આપી છે. નોરાએ બ્લુ શોર્ટ્‌સ સાથે ક્રોપ ટોપ પહેર્યું છે. નોરાએ ચાહકો માટે આવા ઘણા ડાન્સ વીડિયો શેર કર્યા છે. તેમાં કોઈ શંકા નથી કે, નોરા બોલિવૂડની ડાન્સિંગ ક્વીન છે, જે પોતાના તેજસ્વી વ્યક્તિત્વ અને સમજશક્તિથી લોકોને પ્રભાવિત કરતી રહી છે. વર્ક ફ્રન્ટ પર, નોરા છેલ્લે ફિલ્મ ’ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ માં જોવા મળી હતી. તે હવે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ ’સત્યમેવ જયતે ૨’માં જોવા મળશે.