સલમાન ખાન મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને બોલિવૂડમાં લોન્ચ કરશે

1408

બોલીવુડમાં નવા ચહેરાઓને તક આપવા માટે જાણીતો અભિનેતા સલમાન ખાન હવે જાણીતી અભિનેત્રી નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લૉન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાને ખૂદ આ વાતની જાહેરાત પોતાના ટિ્‌વટર પર કરી છે. સલમાન ખાને ટિ્‌વટ કર્યું કે, ‘આ લો! ઝહીરની હીરોઇન મળી ગઈ છે. સ્વાગત કરો પ્રનૂતન બહલનું. નૂતનજીની પૌત્રી અને મોહનીશની દીકરીને મોટા પડદા પર લૉન્ચ કરવાનો ગર્વ.”

ઉલ્લેખનીય છે કે ઝહીર ઇકબાલ સલમાન ખાનનાં પરિચિત ઇકબાલ રતનસીનો દીકરો છે. તો પ્રનૂતનનાં પિતા મોહનીશ પણ સલમાનની સુપરહીટ ફિલ્મો ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ-સાથ હૈ’માં કામ કરી ચુક્યા છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પોતાની બોલીવુડ ડેબ્યૂને લઇને પ્રનૂતન બહલ ખુશીથી રડી પડી હતી. બોલીવુડમાં નવા ચહેરાઓને તક આપવા માટે જાણીતો અભિનેતા સલમાન ખાન હવે જાણીતી અભિનેત્રી નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લૉન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાને ખૂદ આ વાતની જાહેરાત પોતાના ટિ્‌વટર પર કરી છે.