ભારતની મજબુત ટીમ મંગળવારે નબળી માનવામાં આવતી ટીમ હોંગકોંગ વિરૂદ્ધ ઉતરશે તો તેની નજર બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ થનાર બહુપ્રતિક્ષિત મુકાબલાની તૈયારી પર ટકી હશે. મેચનું પ્રસારણ સાંજે ૫.૦૦ કલાકે શરુ થશે. ભારત-પાક.ની ટક્કર પહેલા હોંગકોંગ વિરૂદ્ધની મેચ ભારતીય પ્રશંસકો માટે એક ટ્રેલર માફક હશે.રોહીત અને તેમની ટીમ હોંગકોંગને હલ્કામાં લેવા ઇચ્છશે નહી કારણ કે, તેને આગળના જ દિવસે ફોર્મમાં ચાલી રહેલ પાકિસ્તાનની ટીમ સાથે ટકરાવું પડશે. દુબઇમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ ચાલી રહ્યું છે અને આવામાં ભારત મોટા મુકાબલા પહેલા પોતાનું યોગ્ય સંયોજન તૈયાર કરવા માંગશે, હોંગકોંગને પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરૂદ્ધ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ એક તરફી મેચમાં ટીમ માત્ર ૧૧૬ રન જ બનાવી શકી હતી. ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ, કુલદીપ યાદવ, યજૂર્વેદ ચહલ, શારદૂલ ઠાકુર, દિનેશ કાર્તિક અને ખલીલ અહેમદ. હોંગકોંગઃ અંશુમાન રથ (કેપ્ટન), એજાજ ખાન, બાબર હયાત, કૈમરન મૈકુલસન, ક્રિસ્ટોફર કાર્ટર, અહેસાન ખાન, અહસન નવાઝ, અર્શદ મોહમ્મદ, કિંચિત શાહ, નદીમ અહેમદ, રાગ કપૂર, સ્કાટ મૈકેહની, તનવીર અહેમદ, તનવી અફઝલ, વિકાસ ખાન અને આફતાબ હુસૈન.

















