ઘોઘાસર્કલ ગણેશોત્સવમાં જાદુગર હકુભાઈના શોનું કરાયેલું આયોજન

866

ભાવનગર ના ઘોઘાસર્કલ ખાતે સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે રંગે ચંગે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીને  વંદના કરી હતી. આજે ત્રીજા દિવસે ગણપતિજીની સાયં આરતીમાં બી.ડિવિઝન ના પીઆઇ. ઇસરાણી અને સી.ડિવિઝન ના કે.સી.ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ગણેશજી ની આરતી ઉતારી હતી અને ગણપતિજીને સલામ ભરી ને વંદે માતરમ ગાન માં જોડાયા હતા. અહીં પીઆઇ ઇસરાણી ભારત માતા અને દેશભક્તિ વિશે યુવાનો અને હાજર શ્રદ્ધાળુઓ ને સંદેશ આપ્યો હતો. અહીં સાયં આરતી માં બહોળી સંખ્યામાં ભાવિકભક્તો જોડાય છે. અહીં આરતી બાદ જાદુ સમ્રાટ હકુભાઈ નો જાદુ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાદુગર હકુભાઈ એ અવનવા જાદુના કરતબો અને પ્રયોગો થી લોકોનું મનોરંજન કર્યું હતું. બાળકો સહિત બહોળી સંખ્યામાં જાદુ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ ચોથ દિવસે ભારતમાતા પૂજન સાથે છપ્પન ભોગ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ અહીં રાત્રીના અંધકારમાં દેશભક્તિનો ઉજાસ સંગીતના સથવારે પથરાય ગયો હતો. દેશભક્તિના ગીતો દ્વારા સમગ્ર માહોલને તિરંગાના ત્રણ રંગોમાં રંગી દેવાયું હતું. સાથે સિદ્ધિવિનાયક ગ્રૂપના સભ્યોએ રજવાડી ઠાઠ માં માં ભારતી નું પૂજન કર્યું હતું ને સાથે ઉપસ્થિત તમામ ભાવિકો એ પણ માં ભારતીનું પૂજન કર્યું હતું

Previous articleગણેશમહોત્સવમાં રામદરબાર
Next articleયુવા ઉત્સવમાંં બેલુર વિદ્યાલયનો શ્રેષ્ઠ દેખાવ