રાષ્ટ્રીયકૃત સંસ્થા નાબાર્ડે સરકારી સ્કીમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ દેશભરના વિવિધ ૯૩ અલગ-અલગ સિંચાઈ પ્રોજેકટ માટે કુલ ૬૫,૬૩૪.૯૩ કરોડનું ફંડ ફાળવ્યું છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(દ્ગછમ્છઇડ્ઢ)ના ચેરમેન એચ કે ભાનવાલાએ એક નિવેદનમાં જણાવ્યું કે નાબાર્ડ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્ર સરકારની કુલ ૯૯ યોજનાઓને અગ્રીમતા આપી સિંચાઈ માટેનું લાંબાગાળાનું ફંડિંગ કરે છે. ૨૦૧૯ના અંત સુધીમાં આ યોજનાઓ પાછળ કુલ ૭૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના સંસ્થાએ બનાવી છે. આ બધા જ ફંડનું યોગ્ય ફંડિંગ અમારા તરફથી થઈ રહ્યું છે.
આગામી સમયમાં વધુ જવાબદારી રાજ્યો અને કેન્દ્રની રહેશે. કેન્દ્ર તરફથી વોટર રીસોર્સ મિનિસ્ટરીના દિશા-નિર્દેશ અને રાજ્ય સરકારનો પોતાનો આર્થિક ફાળો પણ યોજનાને પૂર્ણ કરવામાં મહત્વનો ફાળો આપશે, તેમ ભાનવાલાએ ઉમેર્યું હતુ. ૯૯માંથી ૯૩ પ્રોજેક્ટ માટે અત્યાર સુધી ૬૫,૬૩૪.૯૩ કરોડ ફાળવી દેવામાં આવ્યાં છે.
૮૬ પ્રોજેકટોમાં કુલ ૨૩,૪૦૨.૭૨ કરોડનું ફંડિગ થયું છે, જેમાં કેન્દ્રનો ફાળો ૧૫,૨૪૨.૦૨ કરોડ અને રાજ્યનો ફાળો ૮૧૬૦.૭૦ કરોડ છે.
૯૯ પ્રોજેકટનું કાર્મ પૂર્ણ થતા દેશના ૮૦ લાખ હેક્ટર્સ વિસ્તારને પૂરતું સિંચાઈનું પાણી મળી શકે તેવી વ્યવસ્થા ઉભી થઈ શકશે. નાબાર્ડના ચીફે જણાવ્યું કે ૧૮ પ્રોજેકટ પૂર્ણ થયા છે અને અંદાજિત સાતેક પ્રોજેકટ પૂર્ણતાને આરે છે. મુખ્યત્વે બધા જ પ્રોજેકટ રાજ્ય સરકારો જ પૂરા કરે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ મળ્યાં બાદ રાજ્યો ઝડપી કામ કરે છે. સૌથી વધુ યોજનાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માટે આવંટિત કરવામાં આવી છે. યુપીની યોગી સરકારે બજેટમાં ઈરિગેશન માટે ૭૦૦૦ કરોડની ફાળવણી પણ કરી છે. મોટી સિંચાઈ યોજનાઓ મહારાષ્ટ્ર, તેલાંગણા અને મધ્યપ્રદેશમાં મુકવામાં આવી છે



















