ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈવોલ્ટેજ વનડે જંગ

1555

જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક મેચ આવતીકાલે બુધવારના દિવસે રમાનાર છે. લાંબા સમય બાદ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગરૂપે આ મેચ બન્ને દેશો વચ્ચે રમાનાર છે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપે મેચ રમાઇ હતી. જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી. ભારત આવતીકાલે આ હારનો બદલો લેવા માટે પણ તૈયાર છે. મેચનુ સાંજે ૫-૩૦ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદાન પર  આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે.  સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો કોઇ અડચણો નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી છે. સરફરાજના નેતૃત્વમાં પાકિસ્તાને છેલ્લી મેચમાં ભારત સામે  જીત મેળવી હતી. જેથી પાકિસ્તાનના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે.  ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે.

એક અબજથી વધારે લોકો વનડે મેચ નિહાળવા તૈયાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટની રોમાંચક મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.  આ મેચને અબજો લોકો નિહાળવા માટે તૈયાર છે. આ મેચને લઇને માત્ર મેદાન પર જ નહી બલ્કે મેદાનની બહાર પણ કેટલાક રેકોર્ડ સર્જાનાર છે. મળેલી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને જાહેરાતના રેટમાં  અનેક ગણો વધારો થઇ ગયો છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ મેચને લઇને જંગ છે. એવી શક્યતા છે કે આ મેચ અગાઉના તમામ રેકોર્ડને તોડી દેશે. ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા, જાહેરાત અને સટ્ટાના કારોબાર સહિતના તમામ જુના રેકોર્ડ આવતીકાલે તુટી જાય તેમ માનવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોનો ઇતિહાસ હમેંશા રોમાંચક રહ્યો છે. બન્ને ટીમો ૧૦મી માર્ચ ૧૯૮૫ના દિવસે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઉતરી હતી. આ મેચ ભારતે આઠ વિકેટે જીતી લીધી હતી. મેચમાં એક અબજ લોકો રહે તેમ માનવામા ંઆવે છે. જેથી તમામ જાહેરાત સાથે જોડાયેલી કંપનીઓ પણ તક ઝડપી લેવા માટે પૈસા તરફ જોઇ રહી નથી. આ જ કારણસર જાહેરાતના રેટમાં અનેક ગણો વધારો થઇ ચુક્યો છે. ભારતની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગ હમેંશા એકબીજા કરતા સારી રહી છે. ફિલ્ડિંગના મામલે ભારતીય ટીમ વધારે મજબુત રહી છે.  ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે.

ભારત -પાકિસ્તાન મેચ પર  હજારો કરોડ રૂપિયાનો સટ્ટો

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટની મેચ રમાનાર છે.  આ મેચ સામાન્ય મેચ છે પરંતુ બંને ટીમો લાંબા સમયથી એક બીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી જેના કારણે મેચને લઇને ઉત્તેજના છે. કરોડોનો સટ્ટો આ મેચ પર લાગી રહ્યો છે. નાના મોટા સટ્ટોડિયા સક્રિય થઇ ગયા છે.  આવતીકાલે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેટલાનો સટ્ટો રહેશે તે બાબત ખુલી ગઈ છે. આ મેચ પર આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સટ્ટામાં બુકીની પસંદગીની ટીમ સ્પષ્ટપણે ભારતીય ટીમ છે. ભારતીય ટીમ ઉપર સૌથી વધુ સટ્ટો છે.  કેટલાક અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, ભારતે આ વર્ષે જેટલી પણ મેચ રમી છે તે તમામ ઉપર કુલ  બે લાખ કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો છે. હવે જ્યારે એક વર્ષ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવી છે  ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. . રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં ૧૦ ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે. કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્‌સમેન ક્યા સુધી ૫૦ અથવા સદી કરી લેશે.

કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે પરંતુ ભારતીય લોકો યુકેની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવે છે.