ભારત-પાક મેચ પહેલાં સાનિયા મિર્ઝા સોશિયલ મિડિયાથી દૂર રહી!!

1255

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એશિયાકપની ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. હાલમાં પ્રેગ્નન્ટ સાનિયા મિર્ઝાએ આ ટ્રોલર્સને તેમની ભાષામાં જવાબ આપ્યો છે. ટ્રાલર્સની ંપરેશાન સાનિયાએ થોડા દિવસ માટે સોશિયલ મીડિયાથી દૂર જવાનો નિર્ણય લીધો છે.

સાનિયાએ ુંીીં કરીને લખ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની મેચ શરૂ થવાને ૨૪ કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. જેના પગલે તે સોશિયલ મીડિયાને થોડા દિવસ માટે અલવિદા આપી રહી છે. કેટલાક બકવાસ લોકો એક સામાન્ય માણસને બિમાર બનાવી દે છે. કેમ સે કમ એક પ્રેગનન્ટ મહિલાને તો એકલી છોડી દો, યાદ રાખો આ ફક્ત એક ક્રિકેટ મેચ છે.

સાનિયા મિર્ઝાની વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલિક સાથે લગ્ન થયા હતા. ત્યારથી ઘણા ટ્રોલર્સ સાનિયાને પાકિસ્તાન અને શોયેબના નામથી પરેશાન કરે છે. હાલમા સોનિયા મિર્ઝા પ્રેગનનન્ટ છે. જેને પગલે તેણે રમતથી દૂરી બનાવી લીધી છે. સોનિયા અને શોએબની આ પ્રથમ સંતાન છે. શોએબ સાથે લગ્ન પર સાનિયાએ જણાવ્યું હતું કે, આ તેમનો અંગત નિર્ણય છે. જેનો ભારત અને પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી.