હોંગકોંગ સામે જીતવા માટે ભારતને પરસેવા છુટી ગયા

1479

એશિયા કપની મેચમાં ભારતને હોંગકોંગ જેવી નવી ટીમને હરાવવા માટે પણ ભારે પરસેવા છુટી ગયા હતા. જો કે ભારતીય ટીમ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટીમની હોંગકોંગની સામે માત્ર ૨૬ રને જીત થઇ હતી. ભારતીય ટીમ સુપર ચારમાં પહોંચી ગઇ છે પરંતુ ટીમ ઇન્ડિયાનો દેખાવ ખુબ નબળો રહ્યો હતો. સૌથી પહેલા તો બેટિંગ કરતા પણ કોઇ નોંધપાત્ર જુમલો ખડકી દીધો હતો. ઇંગ્લેન્ડના પ્રવાસમાં ફ્લોપ રહેલા શિખર ધવન૧ ૨૦ બોલમાં ૧૨૭ રન બનાવ્યા હતા. શિખર ધવને વનડે કેરિયરની ૧૪મી સદી ફટકારી હતી. શિખરે ૧૫ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ સદી કરી હતી. જ્યારે ટીમમાં વાપસી કરનાર રાયડુએ ૬૦ રન કર્યા હતા. આ બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૬ રન ઉમેર્યા હતા. જો કે ભારતીય ટીમ હોંગકોંગ જેવી ટીમ સામે માત્ર ૨૮૫ રન બનાવી શકી હતી. જેથી ભારત જેવી શક્તિશાળી ટીમની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. ચાહકો માની રહ્યા હતા કે હોંગકોંગ જેવી ટીમની સામે ભારતીય ટીમ ૪૦૦ની આસપાસનો જુમલો ખડકી દેશે પરંતુ આ બાબત શક્ય બની ન હતી. જીતવા માટેના ૨૮૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હોંગકોંગ તરફથી કોઇએ વિચારણા કરી ન  હોય તેવી શરૂઆત થઇ હતી. હોંગકોંગ તરફથી ઓપનિંગ બેટ્‌સમેન નિજાકત ખાને ૧૧૫ બોલમાં ૯૨ રન કર્યા હતા. જ્યારે કેપ્ટન અંસુમાન રથે ૯૭ બોલમાં ૭૩ રન કર્યા હતા. આ બંને ખેલાડીએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં જ ૧૭૪ રન ઉમેરીને ભારતીય ચાહકોની ઉંઘ હરામ કરી દીધી હતી. એક વખતે લાગી રહ્યુ હતુ કે ભારતીય ટીમને હાર આપીને હોંગકોંગ મોટો અપસેટ સર્જી દેશે. જો કે અનુભવની કમી નજરે પડી હતી. હોંગકોંગ તરફથી વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઇ પણ વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારી નોંધાઇ હતી. હોંગકોંગ મોટા ઉલટફેર કરવાની તક હતી.

Previous articleભારત-પાક મેચ પહેલાં સાનિયા મિર્ઝા સોશિયલ મિડિયાથી દૂર રહી!!
Next articleચાઈના ઓપનમાં કિદામ્બીની વિજયી શરૂઆત