હની ટ્રેપ મામલે બીએસએફ જવાનની યુપી એટીએસે ધરપકડ કરી

773

હની ટ્રેપ મામલે એક બીએસએફ જવાનની યુપી એટીએસે નોઇડાથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આઇએસની એક મહિલા એજન્ટે કોન્સ્ટેબલ અચ્યુતાનંદ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી ગુપ્ત માહિતી મેળવી આએસને મોકલતી હતી.ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે, આરોપી સાથે પૂછપરછ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આરોપીએ સ્વીકાર્યું  કે, તેણે ભારતીય સેનાના મહત્વના સ્થળો, ગુપ્ત માહિતી અને બીએસએફ અને સેનાના ટ્રેનિંગ કેન્દ્રો અંગેની માહિતી આઇએસને આપી હતી. તેમણે જણાવ્યું છે કે, પૂછપરછમાં સામે આવ્યું છે કે, આઇએસની એક મહિલા એજન્ટે કોન્સટેબલ સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી.

અચ્યુતાનંદ સેનાના અત્યંત મહત્વનાં દસ્તાવેજો મહિલાને પૂરા પાડતો હતો.

ઓપી સિંહે જણાવ્યું કે, અચ્યુતાનંદના બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. જેનાથી જાણ થશે કે તેની માહિતીના બદલે આઇએસ પાસેથી કોઇ રકમ પ્રાપ્ત થઇ છે કે નહી. આરોપી જવાન સામે દેશદ્રોહનો કેસ દાખલ કરાયો છે.

ડીજીપીએ જણાવ્યું કે, આરોપી મધ્યપ્રદેશના રીવા વિસ્તારનો રહેવાસી છે. આરોપી વર્ષ ૨૦૦૬માં બીએસએફમાં ભરતી થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, અચ્યુતાનંદે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. એટીએસનાં પોલીસ કમિશ્નર મનીષ સોનકરની આગેવીની હેઠળ ટીમે આરોપીની ધરપકડ કરી છે.

Previous articleબીએસએફ જવાનનું પાક સૈનિકોએ ગળું કાપી દીધું
Next articleત્રિપલ તલાક મામલે વટહુકમને અંતે કેન્દ્રીય કેબિનેટની બહાલી