મહુવા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો તલગાજરડા મોડેલ સ્કૂલમાં યોજાયો

1730

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી-ભાવનગર પ્રેરિત તથા મહુવા બ્લોક પ્રાથમિક શિક્ષણ વિભાગ અને મોડેલ સ્કૂલ-તલગાજરડાના સંયુક્ત ઉપક્રમે મહુવા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮ અને મહુવાના ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણ સમિતિ-ભાવનગરના નવા વરાયેલા ચેરમેન આર.સી.મકવાણાના સન્માનનો કાર્યક્રમ સરકારી મોડેલ સ્કૂલ-તલગાજરડા ખાતે યોજાયેલ. કાર્યક્રમમાં મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ભાલિયા સહિત જિલ્લા -તાલુકાના વિવિધ સંઘના હોદ્દેદારો, મહુવા ન.પ્રા.શિ.સંઘના હોદ્દેદારો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો મુખ્ય વિષય પર યોજાયેલ સાયન્સ ફેરમાં પાંચ વિભાગોમાં કુલ ૧૦પ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.