ચમારડી ગામ પાસે બાઈક સ્લીપ થતાં આધેડનું મોત

861

વલભીપુર અમદાવાદ હાઈવે પર  બપોરના સમયે પસાર થઈ રહેલા બે બાઈક સવાર ચચમારડી ગામ પાસે પહોંચતા બાઈક  સ્લીપ થઈ જતા એકનું બનાવ સ્થળે મોત નિપજયું હતું. જયારે અન્ય એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવ મળતી વિગત મુજબ વલભીપુર-અમદાવાદ હાઈવે પર ચમારડી ગામ પાસે બાઈક સ્લપી થઈ જતા બાઈક પર સવાર પ્રવિણભાઈ ખીમજીભાઈ નાવડીયા (ઉ.વ.૪પ)નું સ્થળ પર જ કરૂણ મોત નિપજયું હતું. જયારે તેની સાથે રહેલા મનજીભાઈ નારણભાઈ વધાસીયાને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે વલભીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleરેલ્વે મઝદુર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન-ધરણા યોજાયા
Next articleજીંગા ફાર્મમાંથી ચોરી થયેલ મોટર અને પંખા સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા