જીંગા ફાર્મમાંથી ચોરી થયેલ મોટર અને પંખા સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

1064

પીપાવાવ મરીન પોલીસ તળે આવતા વિસ્તારમાં જીંગાફાર્મની ઓરડીમાંથી મોટર અને પંખાની ચોરી કરનાર અને ખરીદનાર બે શખ્સોને પીપાવાવ મરીન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પો.સબ ઈન્સ. વી.એલ. પરમાર પીપાવાવ મરીન પોલીસ સ્ટાફ આઈપીસી કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ની તપાસમાં દેવપરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દેવપરામાં રહેતા શિવો ઉર્ફે છોટા બુધાભાઈએ જીંગા ફાર્મ હાઉસની ઓરડીમાંથી મોટરોની ચોરી કરેલ જેથી તુરંત તેના ઘરે તપાસ કરતા સી વોટર પંપ નંગ-૧ કિ.રૂા.ર૮૦૦૦ મુદ્દામાલ મળી આવતા કબ્જે કરવામાં આવેલ શિવો ઉર્ફે છોટાની પુછપરછ કરતા બાકીનો ચોરેલ મુદ્દામાલ ભંગારનો ધંધો કરતા અફઝલ અનવર ફકીરને વેચેલનું જણાવતા અફઝલ ઘરે હાજર મળેલ અને તેની પૂછપરછ કરતા સી વોટર પંપ નંગ-૧ કિ.રૂા.ર૮૦૦૦ હવા માટેના પંખા મોટર સહિત નંગ-ર કિ.રૂા.૪પ૦૦૦નો મુદ્દામાલ સસ્તા ભાવે ખરીદી કર્યાનું કબુલાત આપતા ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ કિ.રૂા.૧૦,૧૦૦૦ તથા છકડો રીક્ષા નં.જીજે૪યુ ૭૭૪૩ કિ.રૂા.૭૦૦૦૦ ગણી કુલ કિ.રૂા.૧૭૧૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.