ત્રણ ચોરાઉ મોબાઈલ સાથે મોતીતળાવનો શખ્સ ઝડપાયા

1709

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા શખ્સને એલસીબી ટીમે ગંગાજળીયા તળાવ રૂપાલી ગેસ્ટ હાઉસ પાસેથી ત્રણ ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો.

ભાવનગર, ગંગાજળીયા તળાવ,શાક માર્કેટ પાસે આવતાં પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાવ, વિટકોસ ઓફિસની બાજુમાં આવેલ રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર રહે.શેરી નં.૬, મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગરવાળા ચોરીનાં મોબાઇલ ફોન લઇ વેચાણ કરે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી આવેલ. ઉપરોકત મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

ઇસમની ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં આ ત્રણેય મોબાઇલ ભાવનગર, વડવા નેરા, અમીજરા વાસણ સ્ટોર્સ, ગંગાજળીયા તળાવ, ભાવનગર તથા ભાવનગર, આંબાચોક મસ્જીદ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleવરતેજ રામાપીર મંદિરે મૂર્તિનું સ્થાપન કરાયું
Next articleઅક્ષરવાડી, લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ