આતાભાઈ ચોક ખાતે ગોલ્ડન આર્કમાંથી હુક્કાબાર ઝડપાયું : હુક્કો પીતા ૮ જબ્બે

963

શહેરના આતાભાઈ ચોક ગોલ્ડન આર્ક કોમ્પ્લેક્ષમાં નિલમબાગ પોલીસે રેડ કરી બીજા માળે ચાલતું હુક્કાબાર ઝડપી લીધુ હતું. જેમાં ચાર સગીર સહિત આઠ શખ્સો હુક્કો પીતા ઝડપાયા હતા. પોલીસે હુક્કાબારના સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે માલિક ફરાર થઈ ગયા હતા.

નીલમબાગ પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ આર.જે. રહેવર તથા ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના એ.એસ.આઇ યુવરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂને મળેલ સયુક્ત બાતમી આધારે ભાવનગર આતાભાઇ ચોક ગોલ્ડન આર્ક કોમ્પલેક્ષ મા બીજા માળે દુકાન નં-એફ/૧ મા ચાલતો હુક્કાબાર ઉપર રેઇડ કરી ચાર સગીરો તથા ચાર ઇસમો મળી કુલ આઠ ઇસમો હુક્કો પીતા મળી આવતા હુક્કા તથા તમાકુ ફલેવર તથા રોકડા રૂ.૨૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૨૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ અને હુક્કાબાર સંચાલક પ્રશાંતભાઇ સુરેશભાઇ વાઘેલા રહે- મોહનનગર મકાન નં-૨૩ સિદસર રોડ ભાવનગર વાળા ની ધરપકડ કરવામા આવેલ અને હુક્કાબારના માલીક કુલદીપસિંહ જાડેજા રહે-ત્રાપજ ગામ તા-તળાજા જી-ભાવનગર વાળા ને અટક કરવાના બાકી હોય બને આરોપીઓ વીરુધ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમા સીગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (વીગ્યાપન નીષેધ તથા વેપાર અને વાણીજ્ય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નીયત્રણ) ગુજરાત સુધારા અધિનીયમ ૨૦૦૩ ની કલમ ૪(એ),૬,૭,૮,૯,૨૧(એ) તથા જીપી એક્ટ કલમ ૧૩૧(૧) મુજબ ફરીયાદ રજી કરાવેલ અને આગળની તપાસ ડી સ્ટાફના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહ્યાં છે.