હું અલીબાબાની ઓફિસમાં નહી પણ સમુદ્ર કિનારે મરવાનું પસંદ કરીશ : જૈક મા

761

ચીનની સૌથી ધનાઢ્ય વ્યક્તિ તેમજ ભગવાન તરીકે પૂજાતા જૈક મા તેના કામને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલા જૈક માનો જન્મદિવસ હતો. તે સમયે અલીબાબામાંથી સેવાનિવૃત્તિ લેશે જૈક મા તેવી અફવાઓ પર વિરામ લાગ્યો છે. ૧૦ સપ્ટેમ્બરે ૫૪માં જન્મદિવસ પર તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આવનારા સમયે વધુ એક વર્ષ કામ કરશે. એક વર્ષમાં અલીબાબાનું કાર્યકારી ચેરમેન પદ છોડી દેશે, કેમંકે તેઓ આવનારી પેઢીને મોકો આપવા માંગે છે. આવનારી પેઢી પણ તૈયાર થઈ રહી છે તેમને પણ મોકો મળવો જોઇએ.

જૈક માએ તેમના ઉતરાધિકારી તરીકે ડૈનિયલ જાંગ નિમ્યા છે. તેમની સેવાનિવૃત્તિની ઘોષણાની અફવાઓના કારણે ચીનના વેપાર પર માઠી અસર થઈ હતી. એક રિપોર્ટ અનુસાર વેપારનો માહોલ બગડતા તેમજ સરકારી દરમિયાનગીરી બાદ જૈક મા સેવાનિવૃત્તિ લઈ રહ્યા છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી હતી કે જૈક મા વિદેશમાં સેટ થવાનું વિચારી રહ્યા છે. ચીનથી બહાર તેઓની અઢળક સંપત્તિ છે.

જૈક માએ કહ્યુ કે આનાથી કોઇ ફર્ક નથી પડતો કે લોકો શું કહી રહ્યા છે કે શું વિચારી રહ્યા છે? તેઓ આવી કોઈ અફવા પર ધ્યાન નથી આપતા. જૈક માએ કહ્યુ કે દોસ્તો સાથે તેમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. જે દોસ્તો નથી તેમને સફાઈ આપવાથી તેમના પર કોઈ અસર થશે નહી. આ ૫૪ વર્ષોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી હું બૂહુ ઘડાઈ ચુક્યો છું. વેપાર ક્ષેત્રે હું જૂનો છું પણ બીજા ક્ષેત્રે હું હજુ પણ યુવાન છુ. સાથે સાથે તેમણે કહ્યુ કે હું અલીબાબાની ઓફિસમાં નહી પણ સમુદ્ર કિનારે મરવાનું પસંદ કરીશ.

Previous articleસુપ્રિમના નિર્ણયની ક્યાં સુધી રાહત જોતા રહીશુ : વીએચપી સુરેન્દ્ર જૈન
Next articleઆરોપ સાબિત ન થાય ત્યાં સુધી આક્ષેપો કરવા અયોગ્ય