ઉત્તર ભારતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે

933

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોમાં અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાયા બાદ સંબંધિત રાજ્યોમાં સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા છે. એકબાજુ ઓરિસ્સામાં જોરદાર વાવાઝોડુ ત્રાટકી ચુક્યું છે. પ્રચંડ પવન સાથે તોફાનો ફુંકાય તેમ પણ માનવામાં આવે છે. રવિવારથી લઇને સોમવાર સુધી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઇ શકે છે. આજે ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, દિલ્હી અને એનસીઆરમાં વરસાદ થયો હતો.

આ ઉપરાંત ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ, પશ્ચિમી રાજસ્થાન, કોંકણ, ગોવા, વિદર્ભમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલે રવિવારના દિવસે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. પંજાબના અનેક વિસ્તારો, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમી રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. સોમવારના દિવસે દિલ્હી અને એનસીઆરમાં ઓફિસ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારના દિવસે હળવા વરસાદની શરૂઆત થયા બાદ દિલ્હી અને એનસીઆરમાં આ માહોલ અકબંધ રહી શકે છે. સોમવારના દિવસે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદ થઇ શકે છે. દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાયા બાદ સંબંધિત રાજ્યોમાં પહેલાથી જ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Previous articleશિમલા ઓવર લોડેડ કેબ ખીણમાં ખાબકતા ૧૩નાં મોત
Next articleવિપક્ષી એકતા છતાંય ૨૦૧૯માં સત્તા પર આવશે : મોદીનો સંકેત