શિલ્પા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો શિકાર બની

1969

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશ્યિલ મીડિયામાં પોતાની સાથે થયેલ ખરાબ અનુભવની વાત કરી છે. શઇલ્પાના મતે, થોડાં દિવસ પહેલાં તે સિડની(ઓસ્ટ્રેલિયા) એરપોર્ટ પર રેસિઝ્‌મ(રંગભેદ)નો શિકાર બની હતી. ગુસ્સે થયેલી શિલ્પા શેટ્ટીએ સોશ્યિલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ લખી છે, ’’આના પર ધ્યાન આપો….હું સિડનીથી મેલબોર્ન જતી હતી. આ સમય દરમિયાન ચેકઈન કાઉન્ટરમાં મને મેલ નામની એક બદતમિઝ મહિલા મળી. જે માનતી હતી કે આપણી સાથે(બ્રાઉન લોકો સાથે) ગેરવર્તૂણકથી જ વાત કરી શકાય છે. હું બિઝનેસ ક્લાસમાં સફર કરી રહી હતી અને મારી પાસે બે બેગ હતી. તેણે ભારપૂર્વક એ માની લીધું કે મારી અડધી ભરેલી બેગ ઓવરસાઈઝ હતી. તેણે અમને બીજા કાઉન્ટર પર મોકલી દીધા. જ્યાં આ ઓવરસાઈઝ બેગને જોવામાં આવી હતી. ત્યાં એક સજ્જન મહિલા હતી અને તેણે કહ્યું હતું કે આ બેગ ઓવરસાઈઝ નહોતી. તમે કોઈ અન્ય કાઉન્ટર પર મેન્યુઅલી ચેક કરી શકતા હોવ તો પ્લીઝ કરી લો…

શિલ્પા આગળ લખે છે, ’’આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે કાઉન્ટર બંધ થવામાં માત્ર પાંચ મિનિટ હતાં. હું ફરીથી મેલ પાસે ગઈ અને તેની કલીગનો ઉલ્લેખ કરીને વિનંતી કરી કે આ બેગ ઓવરસાઈઝ નથી તો પ્લીઝ જમા કરી લો. જોકે, તેણે ફરીવાર ના પાડી દીધી. જ્યારે મેં તેને કહ્યું કે મને મુશ્કેલી પડે છે તો તેણે મારી સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. અમારી પાસે સમય નહોતો. આથી દોડીને ઓવરસાઈઝ લગેજવાળા કાઉન્ટ પર ગઈ અને બેગ જમા કરવા માટે રિક્વેસ્ટ કરી અને તેમણે અમારી વાત માની લીધી. જ્યારે મેં તેમને કહ્યું કે રૂડ મેલને કોઈ પ્રોબ્લેમ છે. તો તેની અન્ય એક કલીગે કહ્યું કે અમારી બેગ ઓવરસાઈઝ નહોતી. તેને સહજતાથી ચેક-ઈન કરી શકાતી હતી.

Previous articleદર્શકો મારી ફિલ્મ જોઈને નારાજ થાય તો મારી બેચેની વધી જાય છે : રોહિત શેટ્ટી
Next articleચેટિંગ એપ પર યુવતી સાથે ફ્‌લર્ટ કરી રહ્યા હતા શેન વાર્ન