ચેટિંગ એપ પર યુવતી સાથે ફ્‌લર્ટ કરી રહ્યા હતા શેન વાર્ન

971

ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વાર્ન વિવાદોમાં રહે છે. આ વખતે તેમને ટિંડર નામની સોશિયલ સાઇટ પર એક યુવતી સાથે ફ્‌લર્ટ કરવાની કોશિશ કરી. આ એપ પર બન્નેની ચેટના સ્ક્રીન શોટ ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ઓનલાઇન લીક થયેલી આ ચેટમાં પહેલા યુવતીએ મેસેજ કર્યો છે. બન્નેની વચ્ચે જૂનથી ઓગસ્ટમાં વાતો થઇ છે. પરંતુ બન્નેની વાત વધારે દિવસ થઇ શકી નથી.

યુવતીએ પહેલા મેસેજ કર્યો છે કે હેલો તમે શાનદાર દેખાઇ રહ્યા છો. શુ તમે ઓસ્ટ્રેલિયા થી છો. વાર્ને થેન્ક્યુ કહી જવાબ આપ્યો. જોકે, વાત કરતા-કરતા યુવતીને જલદી જ સમજમાં આવી ગયું કે તેને ખોટા વ્યક્તિને મેસેજ કરી દીધો છે અને જલદી જ બન્નેની વાત બંધ પણ થઇ ગઇ. ૬ જૂનથી શરૂ થયેલી વાત ૧૨ જૂન સુધી વાત ચાલી અને યુવતીએ ત્યાર પછી વાર્નને રિપ્લાય આપ્યો નથી.

શેન વાર્ન વિવાદોમાં રહે છે. આ વખતે તેમને ટિંડર નામની સોશિયલ સાઇટ પર એક યુવતી સાથે ફ્‌લર્ટ કરવાની કોશિશ કરી.