ઘોઘા ગામ દ્વારા આયોજીત ગણેશોત્સવનું વિસર્જન

1054

ઘોઘા ખાતે ઘોઘા ગામ સમસ્ત તથા સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવનું આજરોજ વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ મુખ્ય પંડાલમાંથી મૂર્તિને ટ્રેક્ટરમાં પધરાવી ત્યાંથી ઘોઘા બંદરે લઈ જવામાં આવી હતી. જ્યાંથી હોડીમાં મૂર્તિને સમુદ્રમાં મધદરિયે લઈ જઈ વિસર્જન કરવામાં આવ્યું હતું.