યુથ હોસ્ટેલ દ્વારા પ્રકૃતિના ખોળે ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો

919

યુથ હોસ્ટેલ સંસ્થા ભાવનગર યુનિટ દ્વારા તાજેતરમાં વનવગડે ટ્રેકીંગ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૬ સભ્યોએ પ્રાકૃતિક પર્યાવસની મજા માણી  શારિરીક અને માનસિક થાક હળવો કર્યો હતો.

ભાવનગર શહેરમાં ઈ.સ. ૧૯૮રની સાલથી કાર્યરત સાહસિક સંસ્થા યુથ હોસ્ટેલ ભાવનગર દ્વારા તાજેતરમાં લીલીછમ ચૂંદડી ઓઢેલા ડુંગર ગાળા એવા પાલિતાણા તાલુકાના કુંભણ – ખાખરીયા ગામની સિમમાં આવેલ શેલના હનુમાન મંદિરાથી સોનગઢના આંબલા ગામના પાદરમાં આવેલ સુંદર તપોસ્થળી એવા વાંકીયા હનુમાન આશ્રમ સુધીનો અંદાજે ૧૩ કિલોમીટરનો ટ્રેક માત્ર ૩ વર્ષના બાળકથી લઈને ૭૬ વર્ષના વૃધ્ધ સુધીના કુલ ૩૬ સહાસ વિરોએ સફળતા પુર્વક પુર્ણ કર્યો હતો. આ ટ્રેક રૂટ પર દુર્લભ જીવસૃષ્ટી, વનસ્પતિઓનું ટ્રેકર્સોએ અવલોકન કર્યું હતું.  ભાવનગર ઓફિસેથી બસ દ્વારા શેલના હનુમાન મંદિરે પહોચ્યા બાદ સભ્યોએ મંદિરમાં દર્શન કરી ચા-નાસ્તો ગ્રહણ કર્યા બાદ ટ્રેકીંગની શરૂઆત કરી હતી. અને મધ્યાંતરે વાંકીયા હનુમાન આશ્રમે પહોચ્યા હતાં. આ કાર્યક્રમને લઈને યુથ હોસ્પટેલના ફાઉન્ડર મેમ્બરો અમરશીભાઈ ધરાજીયા, લક્ષ્મણભાઈ ઉલ્વા (રબારી), રમેશભાઈ અંધારીયા, અરવિંદભાઈ જોષી, અધવર્યુભાઈ સહિતના સભ્યો જોડાયા હતાં.

Previous articleબોટાદમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરાયો
Next articleઅર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા ફ્રુટ વિતરણ