અફઘાનિસ્તાનમાં મોર્ટારમાં અચાનક વિસ્ફોટ થતાં આઠ બાળકોના મોત

938

અફઘાનિસ્તાનમાં ચાર ભાઇ-બહેનો સહિત આઠ બાળકોના રમતા-રમતા મોત થયા છે. બાળકો ફાટ્યા વગરના એક મોર્ટારની સાથે રમી રહ્યા હતા અને તેમાં વિસ્ફોટના લીધે આ ઘટના બની. પરિવારજનોએ શનિવારના રોજ આ માહિતી આપી. શુક્રવારના રોજ થયેલા વિસ્ફોટમાં બીજા ૬ બાળકો ઘાયલ પણ થયા છે. તેમણે ઉત્તર-પશ્ચિમી પ્રાંત ફરયાબની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે જયાં તેમની હાલત ગંભીર છે.

તમામ બાળકોની ઉંમર પાંચ થી ૧૨ વર્ષની વચ્ચે છે. મૃત્યુ પામેલા ચાર બાળકોના કાકા શુક્રુલ્લાએ કહ્યું કે તેમને એક મોર્ટાર મળ્યો અને તેને તેઓ ઘરની પાસે લઇ આવ્યા. આ ચારેય બાળકોના એક કઝીન ભાઇ મોહમ્મદ આલમે કહ્યું કે તેમને ખબર નહોતી કે આ શું છે અને જયારે તેઓ રમવાની કોશિષ કરી રહ્યા હતા તો અચાનક વિસ્ફોટ થયો.આલમે હોસ્પિટલને કહ્યું કે હું દોડીને ઘટનાસ્થળ પર ગયો અને જોયું તો બાળકો લોહીથી લથબથ પડયા હતા. અધિકારીઓએ વિસ્ફોટ માટે તાલિબાનને જવાબદાર ગણાવ્યું જેણે ગયા સપ્તાહે કોહ એ સૈયદ ગામ પર કબ્જો કરી લીધો હતો. જયાં બાળકો રહેતા હતા.