પીથલપુરની મહિલાઓએ માટીના ગણેશજીનું ગોપનાથ વિસર્જન કર્યું

1072

પીથલપુર ગામના પ્લોટ વિસ્તારમાં મહિલાઓ દ્વારા માટીના ગણપતિ બાપાની મુર્તિ બનાવી ધરેજ કલર કરી શેરીમાં ઉજવણી કરવામાં આવી હતી અને ગોપનાથ મહાદેવ મંદિર સમુદ્રમાં ગણપતિ બાપાની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ચૌહાણ  અને પરિવારના જણાવ્યા મુજબ દર વર્ષે માટીના જ ગણપતિ બાપાની મુર્તિ બનાવવામાં આવે છે જેથી પર્યાવરણને નુકસાન નહીં થતુ અને પરિવ્રની મહિલા જોબ કરતા હોઈ તેમનો જ વિચાર હોઈ કે દર વર્ષે માટીના ગણપતિ બાપાની મુર્તિ બનાવવી રંગેચંગે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને શેરીના મહિલા અને ભાઈઓ જોડાયા હતાં. તેમજ ગોપનાથ મહાદેવ મંદિરના સમુદ્રમાં અનેક ગામના ભક્તો વિશાળ સંખ્યામાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ અને દાઠા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.