ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લેનારા કમાન્ડર અભિલાષ ટોમીનો આબાદ બચાવ

773

ભારતીય નૌસેનાના જવાન અને ગોલ્ડન ગ્લોબ રેસના ભારતીય પ્રતિનિધિ કમાન્ડર અભિલાષ ટોમીને સુરક્ષિત બહાર કઢાયા છે.તેમનો સુરક્ષિત રેસ્ક્યુ કરવા માટે આઈએનએસ સતપુડા અને ઓસ્ટ્રેલિયાઈ નેવી દળે સંયુક્ત ઓપરેશન ચલાવ્યુ હતુ. કમાન્ડર હાલ સચેત સ્થિતિમાં છે અને તેમને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કમાન્ડર અભિલાષ સાથે સંપર્ક થવા પર જણાવાયુ છે કે તેઓ દુઃખી છે અને તેમણે પોતાની માટે એક સ્ટ્રેચરની પણ માગ કરી હતી.

ગોલ્ડન ગ્લોબ રેસ નૌકાદોડ પ્રતિયોગિતા હોય છે. જેમાં સમગ્ર દુનિયાના મશહૂર નાવિક ભાગ લે છે.

આ વર્ષે આ સ્પર્ધા ૧ જુલાઈએ ફ્રાન્સથી શરૂ થઈ હતી. કમાન્ડર અભિલાષની સુરક્ષિત વાપસી માટે દુનિયામાં પ્રાર્થના થઈ રહી હતી.કમાન્ડર અભિલાષ ગોલ્ડન ગ્લોબ રેસમાં ભાગ લઈ રહ્યા હતા અને પર્થથી કેટલાક દૂર દક્ષિણી હિંદ મહાસાગરમાં તેમના જહાજનો સંપર્ક તૂટી ગયો હતો. કમાન્ડર અભિલાષ અગાઉ પણ એક વાર રોકાયા વિના દુનિયાનુ ચક્કર લગાવી ચૂક્યા છે. તેમને આ રેસમાં ભાગ લેવા માટે વિશેષ સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. કમાન્ડર અભિલાષ ભારતીય નૌસેનામાં ફ્લાઈન્ગ ઓફિસરના પદ પર તૈનાત છે.

Previous articleદેશના ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલનો આક્ષેપ
Next articleવીઝા બાદ હવે ગ્રીન કાર્ડના નિયમને વધારે કઠોર કરાશે