શું દસોલ્ટ દબાણ વગર બિન અનુભવિ રિલાન્યન્સને ભાગીદાર બનાવે : અરુણ શૌરી

992

રાફેલ ડીલ પર રાજનીતિક પારો સતત વધી રહ્યા છે. રાફેલ ડીલ પર પીએમ મોદી અને નિર્મલા સિતારમન પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આક્ષેપ હતો કે , ‘ચોકીદાર’ નરેન્દ્ર મોદીએ ગરીબોના પૈસા છીનવીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સોંપી દીધા છે.  આ સિવાય તેમણે વડાપ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે, તે રાફેલ વિમાનની કિંમતનો ખુલાસો કેમ કરતા નથી ? અને આ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો કેવી રીતે ?

ત્યાંજ ભાજપના પૂર્વ મંત્રીઅરુણ શૌરીએ પ્રશ્ન ઉભો કર્યો છે કે, શું દસોલ્ટ જેવી કંપની વગર દબાણે એવી કોઇ કંપનીને પાર્ટનર તરીકે સ્વીકારે જેની સંરક્ષણ ક્ષેત્રે કોઇ અનુભવ જ નહોય. તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે સરકારે ૧૨૬ નહી માત્ર ૩૬ વિમાનો ખરીદ્યા કેમકે એર ફોર્સ પાસે આના માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહતું. આ એક ગળે ન ઉતરે તેવો જવાબ છે.

શૌરી વધુમાં જણાવ્યું હતું કે, વિમાન ભારતમાં ૨૦૨૨માં આવવાના હતા તો શું સરકાર ત્યાં સુધીમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર ન કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ૧ લાખ ૨૦ હજાર કરોડનો ખર્ચ  મુંબઇથી અમદાવાદ સુધીની રેલવે લાઇન માટે કરી શકે છે, એક મૂર્તી પર ૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકે છે તો પછી સરકાર એર ફોર્સ માટે યોગ્ય ઇન્ફરાસટ્રક્ચર તૈયાર પણ કરાવી જ શકે.

તેમણે દસોલ્ટનો હવાલો આપતા જણાવ્યું કે, કંપનીએ જણાવ્યું હતું કે, સરકારે જ અમને આ ડીલમાં રિલાયન્સને સામેલ કરવા જણાવ્યું હતું. અમારી પાસે કોઇ અન્ય વિકલ્પ નહતો એટલે અમે ડીલ કરી હતી.

Previous articleટૂંક સમયમાં વિમાન યાત્રિકોને ૧૦૦ એમ.એલ. લિક્વિડ સાથે રાખવાની છૂટ મળશે
Next articleઅજિત મોહન બન્યા ફેસબુક ઈન્ડિયાના નવા પ્રમુખ અને ઉપાધ્યક્ષ