ફિલ્મની પસંદગીને લઈને હું ખૂબ જ ધ્યાન રાખુ છું : તાપસી પન્નુ

1265

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સ્થાન પામી ચૂકેલી અને દમદાર અભિનય માટે પ્રશંસા મેળવી ચૂકેલી તાપસી પન્નુ પોતાની ફિલ્મોની પસંદગીને લઇને સતર્ક રહે છે. જ્યારે ફિલ્મ પસંદ કરવાની વાત આવે છે ત્યારે હું ખુદને ત્રણ સવાલ પૂછું છું. પહેલો શું તે ફિલ્મ જોવા માટે હું મારી મહેનતની કમાણી અને અઢી કલાક ખર્ચવા ઇચ્છીશ? શું મારા જીવનના તે ૫૦-૬૦ દિવસનો આનંદ ઉઠાવી શકીશ, જે ફિલ્મ નિર્માણ માટે ફિલ્મની ટીમ સાથે પસાર થયા હોય? અને ત્રીજો સવાલ એ હોય છે કે જ્યારે મારી ફિલ્મી કરિયર પૂરી થઇ જશે ત્યારે તે ફિલ્મને હું ગર્વ સાથે મારાં બાળકોને બતાવી શકીશ? ભલે ફિલ્મ ‘જુડવા-૨’ જેવી કેમ ન હોય કે તેની કહાણીમાં કોઇ લોજિક ન હોય, પરંતુ કમસે કમ મારાં બાળકો એટલું જોઇ શકે કે તેમની માતા કેટલી સારી દેખાતી હતી.

Previous articleસેક્સી અદિતિ રાવ તમિળ ક્રાઇમ થ્રીલરને લઇને ખુશ
Next articleસૌથી વધુ ફિલ્મ મેળવનાર એકટર્સની યાદીમાં સલમાન મોખરે