બિહારના ઉપમુખ્યમંત્રીએ ગુનેગારોને બે હાથ જોડીને કહ્યુંઃ “૧૦-૧૫ દિવસ ગૂનાઓ ના કરશો”

987

બિહારનાં નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ કુમાર મોદીએ ગુનેગારોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે, આગામી ૧૦-૧૫ દિવસ ગુનાઓ ન કરશો. સુશીલ કુમાર મોદીની આ વિચિત્ર વિનંતીની લોકો મજાક ઉડાડી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થઇ રહ્યા છે.સુશીલ કુમાર મોદી રવિવારે બિહારમાં બોધ ગયામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને એક મેળામાં હાજરી આપતી વખતે તેમણે ગુનેગારોને આ વિનંતી કરી હતી. તેમણે કહ્યું, “હું ગુનેગારોને બે હાથ જોડીને વિનંતી કરું છે કે, આગામી ૧૦-૧૫ દિવસ કોઇ ગુનાઓ કરશો નહીં”.

આ પછી તેમણે મજાકમાં એમ પણ કહ્યું કે, આપણે ગમે તેટલી વિનંતી કરીએ પણ ગુનેગારો ગુનો કરતા અટકતા નથી.

સુશીલ કુમાર મોદીની આ વાત જેવી બહાર આવી કે, લોકોએ ટીકાનો વરસાદ વરસાવ્યો. બિહારનાં ભૂતુપર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે તેમના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે,આ ફેસ્ટિલ પુરો થયા પછી તમે અપહરણ, લૂટ અને ખુનામરકી કરી શકો છો. શરમ કરો શરમ”.

કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે લોકો બિહારમાં નિતિશ કુમારની સરકાર પર માછલાં ધોઇ રહ્યાં છે. થોડા દિવસો પહેલા મુઝફરનગરમાં પૂર્વ મેયરની હત્યા થઇ હતી. આ પછી, પટણામાં પોલીસ સ્ટેશનની નજીક જ, એક ગુનેગારની જાહેરમાં હત્યા થઇ હતી.

તેજસ્વી યાદવે નિતિશ કુમારની સરકાર પણ પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થી કથળી છે અને સરકારના પગલાઓથી ગુનેગારો પર કોઇ અસર થઇ નથી.

Previous articleસીલિંગ તોડવા પર સુપ્રિમ લાલઘૂમ : મનોજ તિવારીને ૮ દિવસમાં જવાબ આપવા કહ્યું
Next articleકોઈ પણ કિંમતે રાફેલ વિમાન જોઈએ જ : એરમાર્શલ નંબીયાર