સમગ્ર ગુજરાત સહિત અનેક ગામો એવા છે કે જ્યાં ઓછા વરસાદ પડવાના કારણે ખેડૂતો ની પરીસ્થિતિ ખુબજ ખરાબ છે ત્યારે ઓછા વરસાદ ના કારણે બોટાદ જિલાના ખેડૂતો ની પરીસ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે. સારા ચોમાસની આશાએ ખેડૂતો એ વાવણી કરી નાખેલ ત્યારે બોટાદ જિલામાં ઓછા વરસાદ પડવાના કારણે ખેડૂતો નો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે ત્યારે માઈનોર ચડરવા ડીસ્ટીક ૧૨ /૧૩ તથા માઈનોર ગોધાવટા -ચારણકી ૧૪ માંથી ખેડૂતોને જો તાત્કલિક પિયત માટે પાણી આપવામાં આવે તો જાળીલા, બગડ, મોટી વાવડી, ગુદા, ચદરવા અને વેજલકા ગામનો ખેડૂતો પોતાના પાક ને બચાવી શકે તેમ છે ત્યારે કેનાલમાં પાણી છોડવામ આવે તેવી માંગ સાથે આજે બોટાદ જિલા અધિક કલેકટર ને ૧૦૦ જેટલા ખેડૂતો દ્વારા પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જોં આગામી ત્રણ દિવસમાં પાણી નહી છોડવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે ખેડૂતોને ઉપવાસ આદોલન ની ફરજ પડશે.
















