ચિત્રા જીઆઈડીસીમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે એક શખ્સ જબ્બે

1348

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલને મળેલ બાતમી આધારે ચિત્રા જી.આઇ.ડી.સી. માંથી મારૂતી વાન રજીસ્ટ્રેશન નંબર જીજે પ એઆર ૩૭૩૧માં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ તથા બીયર ટીન નંગ-૭૨ કુલ કિ.રૂ઼ ૪૩,૬૦૮/- સહિત કુલ કિ.રૂ. ૫૩,૬૦૮/- ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે જીણકુભા જીતુભા રાઠોડ ઉ.વ.૩૧ રહે. દેસાઇનગર, રામાપીરના મંદીરની બાજુમાં ભાવનગર વાળાને પકડી પાડી આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ.

Previous articleસિંધુનગરમાંથી સેકંડો દબાણો હટાવતું તંત્ર
Next articleભાવ.- બોટાદમાં સ્વાઈન ફલુનો હાહાકાર એક સપ્તાહમાંં કુલ પ વ્યકિત મોતને ભેટ્યા