ભાવ.- બોટાદમાં સ્વાઈન ફલુનો હાહાકાર એક સપ્તાહમાંં કુલ પ વ્યકિત મોતને ભેટ્યા

1195

ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બોટાદ પંથકમાં પોતાના વીકરાળ પંજા તળે દરરોજ નવા દર્દીઓને દબાવી દેનાર જીવલેણ સ્વાઈન ફલુના રોગને લઈને લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે.  માત્ર એક જ સપ્તાહના ટુંકા સમય ગાળા દરમ્યાન ભાવનગર, બોટાદ જીલ્લામાંથી કુલ પ નિર્દોષ વ્યકિતઓ જીવલેણ સ્વાઈનફલુના ખપ્પરમાં હોમાઈ ગયા છે. જેમાં બોટાદના ૩ તળાજાના એક તથા મહુવા પંથકના એક વ્યકિતનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબતતો એ છે કે પ્રતિદિન નવા દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. આજ સુધીમાં મૃત્યુ થનાર લોકોમાં વૃધ્ધ મહિલાઓની સંખ્યા સાર્વધીક રહેવા પામી છે. મંગળવારે મોડીરાત્રે બોટાદમાં રહેતા એક રત્નકલાકાર યુવાનની પત્ની ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ૪ દિવસથી સારવાર હેઠળ હતી. પરંતુ દર્દમાં કોઈ રાહત થવા પામી ન હતી અને અથાગ પ્રયત્ન બાદ તેને બચાવી શકાય ન હતી અને તેનું મોત નિપજયું હતું.  આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના બે ખાનગી હોસ્પિટલો તથા સર.ટી. હોસ્પિટલ મળી ત્રણેય સ્થાનો પર હાલ ૧૦ જેટલા વ્યકિતઓને સ્વાઈનફલુના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાવામાં  આવ્યા છે અને સઘન સારવાર આપવામાં આવી રહી છે. અને સઘન સારવાર આપવામાં આવી રહી છે. બોટાદના ત્રણ દર્દીઓના મોતને લઈને એક વાત સ્પષ્ટપણે ફલીત થાય છે કે બોટાદમાં સ્વાઈનફલુ ખુબ ઝડપભેર પ્રસરી રહ્યો છે. આ એક અત્યંત ચેપી વાઈરસ દ્વારા ફેલાતો હોય હવા તથા વ્યકિતગત સંસર્ગમાંથી આવતાની સાથે જ આ રોગમાં વ્યકિત સંપુર્ણ પણે સપડાઈ જાય છે. સામાન્ય ફલુ માફક પ્રથમ તબક્કામાં શરદી- તાવ જેવા લક્ષણો બે દિવસ દરમ્યાન દર્દીમાં વર્તાય છે. ત્યાર બાદ ગળુ પકડાઈ જાય ઉધરસ કે છીંક ખાતી વેળા તેમા લોહી આવે છે. વ્યકિત આહાર પાણી લેવા માટે અસમર્થ બની જાય છે. અને પરફેકટ મેડીકલ લેબ વિભાગ દ્વારા પુષ્ટી કરવામાં આવે ત્યાં સુધીમાં વ્યકિતનું મોત નિપજે છે. આપથી માત્ર ૪થી પ દિવસના ટુંકા સમય ગાળામાં દર્દીની જીવન લીલા સંકેલાઈ જાય છે.  આ અંગે દરેક વ્યકિતએ ગંભીરતાપુર્વક પગલા લેવા હિતાવહ છે.

Previous articleચિત્રા જીઆઈડીસીમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે એક શખ્સ જબ્બે
Next articleપીઢ અદાકાર અરવિંદ રાઠોડે પદ્મારાણીનું શ્રાધ્ધ કર્મ કર્યુ