મ.સા.ના જન્મદિને માનવતા મહોત્સવ

752

લાઠી શહેરમાં નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મદિને માનવતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરતા શહેરીજનોમાં અદમ્ય ઉત્સાહ જૈન શાસન પ્રભાવક નમ્રમુનિ મહારાજ સાહેબના પૂર્વાગૃહ લાઠી શહેરમાં દરેક સમાજની વિશાળ હાજરીમાં પરોપકારના અનેકો કાર્યો, અબોલ જીવોને ઘાસચારો લાપસી પીરસાય. શહેરભરના શાળાના છાત્રોને બટુક ભોજન સહિત નોટબુક દફતર કીટની ભેટ હજારો ચકલી ઘર વિતરણ કરાયા. જૈન-જૈનોતર દરેક સમાજની ઉપસ્થિતિમાં માનવતા મહોત્સવમાં માનવતાનો સંદેશ જીવદયાને પરોપકાર કરતા રહોની શીખ અપાયેલ.