કરાટેના વિદ્યાર્થીઓને ભાવનગરના યુવરાજના હસ્તે પદવી એનાયત

876

ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો.એસોસીએશન દ્વારા નિલમબાગ પેલેસ વિજય મહલ ક્લબ ખાતે ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવેના માર્ગદર્શન હેઠળ ભાવનગરના સિનિયર કોચ સેનસાઈ ચિંતન પરમારએ ભાવનગરમાં કરાટેનો અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે ગ્રેડેશન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાઈટ ૧ બેલ્ટથી લઈને બ્લેકબેલ્ટ સુધીની પરીક્ષા લેવામાં આવી હતી.  કરાટેની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ ભાવનગરના તમામ વિદ્યાર્થીઓને રાજ પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલના હસ્તે પ્રમાણપત્ર અને બેલ્ટ એનાયત કરવામાં આવ્યા હતા.

Previous articleજનહિત મોરચા દ્વારા બાબરા મામલતદારને આવેદન અપાયું
Next articleબજરંગદળ પ્રાંત પ્રમુખ પર હુમલાના વિરોધ ભાવનગરમાં ઉગ્ર દેખાવો