રમતોત્સવમાં નાની રાજસ્થળી શાળાની સિધ્ધી

715

છેલ્લા કેટલાક સમયથી રમત-ગમતમાં ટોચ ઉપર બિરાજતા ઠાડચ પ્રા. શાળાના બાળકોએ આ વર્ષે (ર૦૧૮-૧૯)માં પણ પાલિતાણા તાલુકા કક્ષાના રમતોત્સવમાં પોતાનો પ્રથમ ક્રમે જાળવી રાખ્યો છે. કબડ્ડી (ભાઈઓ)માં પ્રથમ ક્રમે, ખો-ખો (ભાઈઓ-બહેનો)માં પ્રથમ ક્રમે, તેમજ ગોળાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સાંજણાસર પ્રા.શાળાએ કબડ્ડી (બહેનો)માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ તમામ બાળકો હવે જીલ્લા કક્ષાએ ભાગ લેશે. તમામ બાળકોનેબ ી.આર.સી. હાર્દિકભાઈ ગોહિલ, સી.આર.સી.ભ રતભાઈ દોરિલા, શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ તેમજ સમગ્ર ઠાડચ શાળા પરિવારે અભીનંદન પાઠવેલ.